બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ ઓલપાડ તા.પ્રા.શિ. સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ તરીકે વરાયા
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રિવાર્ષિક અવધિ પૂર્ણ થતાં તેની નવી ટર્મ માટે હોદ્દેદારોની ચૂંટણી સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઉમેદવારોએ વર્તમાન પ્રમુખ બળદેવભાઈ પટેલની આગેવાની હેઠળ ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે કોઈપણ ઉમેદવારી ફોર્મ ન ભરાતાં તમામ ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતાં. જે પૈકી સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ તરીકે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ પણ બિનહરીફ વિજેતા જાહેર થયા હતાં. તેમની આ વરણી બદલ બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

