હુન્ડાઇ કંપનીની ક્રીએટા કારમાં અંદાજીત 13 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી, એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના હે.કો. બીપીનભાઈ રમેશભાઈ તથા પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે “ મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક સફેદ કલરની ક્રીએટા કાર નં. GJ-27-EB-5182માં ઇગ્લીશ દારૂ ભરીને આવે છે અને સુરત તરફ જનાર છે.” જે બાતમી આધારે મોજે- વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ ને.હા.નં.૪૮ સોનગઢ થી સુરત તરફ જતા રોડ ઉપર વોચમાં હતા દરમ્યાન બાતમી હકિકત વાળી સફેદ કલરની ક્રીએટા કાર સોનગઢ તરફથી આવતા જેને રોકવા ઇશારો કરતા સદર વાહન ચાલકે તેનુ વાહન પુર ઝડપે રિર્વસ લઇ પાછુ વાળવા જતા સદર વાહન રોડની ડાબી સાઇડે આવેલ ડીવાઇડર સાથે કારના પાછળના ભાગેથી અથડાવી દીધેલ અને આ કારમાંથી કારનો ચાલક નીચે ઉતરી નાશવા લાગતા તેને સાથેના પોલીસ માણસો સાથે મળી ત્યાં રોકી લીધેલ અને કારમાં જોતા પાછળની સીટના ભાગે તથા ડીકીના ભાગે પાછળની સીટ ઉપર તેમજ નીચે તથા ડીકીના ભાગે ખાખી તેમજ સફેદ કલરના પુઠ્ઠાના બોક્ષમાં તથા છુટી બાટલીઓ અલગ અલગ બ્રાંડનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય આરોપી- મનોહરલાલ નેમારામ બિશ્નોઇ ઉ.વ.૩૦ ધંધો. ડ્રાઇવીંગ હાલ રહે.કામરેજ પુરૂ સરનામુ ખબર નથી. મુળ રહે.ગામ-કરવાડા થાના તા.રાણીવાડા જી.ઝાલોર રાજસ્થાને પોતાના કબજાની સફેદ કલરની હુન્ડાઇ કંપનીની ક્રીએટા કાર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-27-EB-5182 ની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની નાની મોટી બાટલી કુલ નંગ-૨૨૫૫ કુલ કિંમત રૂ. ૭,૭૬,૩૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૫૫૦૦/- તથા મળી કુલ્લે ૧૨,૮૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આ આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી., જી.તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઈ તથા અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઈ તથા હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ તથા પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ અને પો.કો. રોનક સ્ટીવંસન તથા પો.કો. અરૂણભાઇ જાલમસિંગ તથા ડ્રા.પો.કોન્સ. સુનિલભાઇ ખુશાલભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

