પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓનુ વેચાણ કરતા મેડીકલ સ્ટોર સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરતી તાપી જીલ્લા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડી.જી.પી.શ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરની સુચના અનુસાર રાજયના મેડીકલ સ્ટોર ખાતે પ્રિસ્ક્રીપ્શન વગરની દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય છે તેવી શિડ્યુલ H, HI તથા X મુજબની દવાઓ અંગે મેડીકલ સ્ટોરમાં ચેકિંગ કરવા અને રેઇડ કરી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હતી.

જે અન્વયે, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપીના માર્ગદર્શન હેઠળ તાપી જીલ્લામાં આવેલ મેડીકલ સ્ટોરોમાં ચેકિંગની કાર્યવાહી કરવા માટે કુલ-૩૨ પોલીસ ટીમો બનાવી ૧૫૬-મેડીકલ સ્ટોર ચેક કરતા કુલ-૧૦ મેડીકલ સ્ટોરના માલિકો/સંચાલકો વિરૂધ્ધ ડ્રગ્સ એન્ડ કોમેસ્ટીકસ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવામાં આવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

