તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું

Contact News Publisher

ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની દૂરસ્તી માટે જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર સાથે સુપરવાઇઝર સહિત સમારકામની ટીમ કાર્યરત

** 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૮. તાપી જિલ્લામાં ગત દિવસો દરમિયાન થયેલ વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના રસ્તાઓ ઉપર ખાડા પડવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે રસ્તાઓ ખરાબ થયેલા હતા. વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓના દુરસ્તી કામમાં રૂકાવટ આવતી હતી, પરંતુ વરસાદના વિરામની સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા રસ્તાઓના મરામતની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નિઝર તાલુકાના ઈટવાઈ-વડપાડા, બોરીકુવા ફૂલવાડી જનારા રસ્તામાં વરસાદના પાણીના જોરને લીધે નાળું બંધ થતા ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક મરમ્મત કરી કામચલાઉ રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ જે વરસાદી પાણી ભરાઈ રહેવાથી ખરાબ થયેલ છે, તેનું પણ કોન્ક્રીટ પેચ વર્ક કામ શરૂ કરવામાં આવ્યું છે.

ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની દૂરસ્તી કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગની ટીમ કાર્યરત કરવામાં આવી છે, જેમાં જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર જેવા સાધનો કામે લગાડવામાં આવ્યા છે, આ કામ માટે સુપરવાઇઝરની ટીમ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની દૂરસ્તી માટે કામ કરી રહી છે, તેમ કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવ્યું છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *