કામધેનુ યુનિવર્સિટીના ૧૭મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર ખાતે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરના સ્થાપના દિવસના અવસરે વૃક્ષ રોપણનું કાર્યક્રમ યોજવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં શ્રી સંજયભાઈ શાહ કારોબારી સદસ્ય ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત, શ્રી સુદામભાઈ સાટોટે ગંગા અધ્યક્ષ સમગ્ર તાપી પ્રાંત, શ્રી કિશોર ભાઈ ચૌધરી, શ્રી મુકેશ ભાઈ અને સી ઓ ઈ ઉકાઈ ના સર્વ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. કામધેનુ યુનિવર્સિટી ની સ્થાપના વર્ષ ૨૦૦૯ માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ હતી. આ યુનિવર્સિટી દ્વારા પશુપાલન, મત્સ્યપાલન અને ડેરીના અભ્યાસક્રમો ચાલે છે. કામધેનુ યુનિવર્સિટીના ગુજરાત રાજ્યમાં કુલ ૦૬ પશુપાલન કોલેજ, ૦૩ ડેરી સાયન્સ કોલેજ, ૦૩ મત્સ્યપાલન કોલેજ, ૦૪ પોલિટેકનિક કોલેજ, ૧૧ સંશોધન કેન્દ્ર, ૦૯ વિસ્તરણ કેન્દ્ર, ૦૩ અનુસ્નાતક કોલેજ, ૦૮ એફિલેટેડ પોલિટેકનિક અને ૦૧ એફિલેટેડ ડેરી સાયન્સ કોલેજ છે. યુનિવર્સિટીનું મુખ્ય મથક ગાંધીનગર છે. આ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડૉ પી. એચ. ટાંક ફરજ બજાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

