એન.એફ.એસ.એ. રેશન કાર્ડ ઘારકોના ઈ-કેવાયસી કરવવા અનુરોધ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૨, તાપી. એન.એફ.એસ.એ હેઠળ મળવા પાત્ર સબસીડીવાળું આનાજ બંધ થવા બાબતે પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે દરેક એન.એફ.એસ.એ રેશન કાર્ડ ધારકો તથા તેમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત છે. હાલમાં જિલ્લા કક્ષાએ તા.૧૫ જુલાઈ સુધી ધરતી આબા કાર્યક્રમ ચાલી રહેલ છે. જેના અંતર્ગત ગામનું ક્લસ્ટર બનવવામાં આવેલ છે આ ક્લસ્ટરમાં મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (પુરવઠા), ઓપરેટર તેમજ પોસ્ટ વિભાગના કુલ-૨ ઓપેરેટર દ્વારા ઈ-કેવાયસીની કામગીરી તથા મોબાઈલ અપડેશનની કામગીરી કરવામાં આવે છે આથી તાપી જિલ્લાના ઈ-કેવાયસી બાકી હોય તેવા એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારકો તથા તેમાં સમાવિષ્ટ તમામ સભ્યોએ ઈ-કેવાયસી તથા મોબાઈલ અપડેટ કરવવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તાપી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

-૦૦૦-

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other