સોનગઢ પોલીસ સ્ટેશનમાં NDPS ના ગુનાના કામના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં અ.હે.કો. શરદભાઈ સુરજીભાઈ વળવી તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઈ વળવી તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ નાસતા ફરતા આરોપીઓ વોચ તપાસમાં હતા તે દરમ્યાન અ.હેડ. કોન્સ કમલેશભાઇ કુષ્ણાભાઇ તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ અને.ડી.પી.એસ.ના ગુનામા સંડોવાયેલ વોન્ટેડ આરોપી હિમ્મતસિંહ ઉર્ફે સોનુ રણધીરસિંહ પરદેશી રહે.આહવા રાની ફળિયુ વધઇ નાકા તા.આહવા જી.ડાંગ  વોન્ટેડ હોય અને આ વોન્ટેડ આરોપી આહવા ફુવારા સર્કલ તા.આહવા જી.ડાંગ પાસે ઉભેલ હોવાની બાતમી આધારે આહવા ફુવારા સર્કલ પાસે આ કામનો વોન્ટેડ આરોપી હિમ્મતસિંહ ઉર્ફે સોનુ રણધીરસિંહ પરદેશી રહે.આહવા રાની ફળિયુ વધઇ નાકા તા.આહવા જી.ડાંગ નો પકડાઇ જતા તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોપેલ છે.

 

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાંભાઇ વળવી તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી, તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *