ઈનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા નગરની બહેનોને વર્ષભરની ઉત્તમ કામગીરી માટે વિવિધ પુરસ્કારથી સન્માનિત કરાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઈનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા નગરના પ્રમુખ શ્રીમતી મીનાક્ષી, આશિષ શાહને વર્ષ (2024 – 25) દરમિયાન ક્લબની ઉત્તમ કામગીરી માટે District -306 ઇનર વ્હીલ ક્લબની 55 મી Assembly અંકલેશ્વર ખાતે વિવિધ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વર્ષે club દ્વારા સામાજિક સેવાની અનેક નોંધપાત્ર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં બાળકોનો સર્વાંગીણ વિકાસ, મહિલાઓના સશક્તિકરણ, બાલ કલ્યાણ ,આરોગ્ય કેમ્પ તેમજ પર્યાવરણ સંરક્ષણ, રક્તદાન શિબિર, ભૂખ્યાને ભોજન, જરૂરિયાત મંદ બાળકો માટે પીવાના પાણીની જરૂરિયાત જેવા અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.

ક્લબ પ્રમુખ મીનાક્ષીબેન શાહના નેતૃત્વ હેઠળ ટીમના દરેક સભ્યોએ સેવાભાવના સાથે પોતાનું યોગદાન આપ્યું હતું. જેના કારણે પ્રમુખ શ્રીમતી મીનાક્ષીબેન શાહને Best president, મંત્રી શ્રીમતી ફાલ્ગુનીબેન રાણાને Best secretary, શ્રીમતી ફરિશ્તાબેન રાણા ને Best treasurer, Apriciate award for sponsor new club,  Appreciate award for fund raising જેવા પુરસ્કાર પ્રાપ્ત થયા.

આ સફળતાનો શ્રેય ક્લબના દરેક સભ્યના અવિરત સહકાર અને સમર્પણ ને જાય છે. સમગ્ર ટીમે એક જુસ્સા અને સંકલ્પ સાથે વર્ષભર સેવા કાર્યમાં પોતાની ભૂમિકા નિભાવી.

ક્લબ પરિવારની આ સિદ્ધિ સમગ્ર ઈનર વ્હીલ માટે ગૌરવની વાત છે અને આવનાર સમયમાં વધુ ઉત્સાહપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા આપે છે.

આ તબક્કે ક્લબ પ્રમુખ મીનાક્ષીબેન શાહ અને તેમની સમગ્ર ટીમ ડિસ્ટ્રિક્ટ ચેરમેન શ્રીમતી ભવિતાબેન દેવરેનો આભાર વ્યક્ત કરીએ છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *