સહકાર અને સમયસરની સારવારનો ચમત્કાર: મન્દાબેનની માતૃત્વ યાત્રા પ્રેરણાદાયી બની

Contact News Publisher

મન્દાબેનને મળ્યા માતૃત્વના આશીર્વાદ: તાપી આરોગ્ય તંત્રની સફળતા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૩ જૂન. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના નાનકડા ખનોરા ગામના સિકલસેલના દર્દી ૨૪ વર્ષીય મન્દાબેન વસાવાને માતા બનવું બિલકુલ સરળ ન હતું. પરંતુ તાપી આરોગ્ય તંત્રની સમયસરની કાળજી અને મજબૂત ટીમ વર્કથી આ અશક્ય લાગતી શક્યતા એક પ્રેરણાદાયી કથામાં ફેરવાઈ.

આશા વર્કર અને આરોગ્યકર્મીઓએ મન્દાબેનની ગર્ભાવસ્થાના પ્રારંભિક દિવસોમાં જ તેમને ઉચ્ચ જોખમ (VHR) કેસ તરીકે ઓળખી સમયસર રેફરલનું આયોજન કર્યું. આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીએ મન્દાબેનના આરોગ્ય પર સતત નજર રાખી અને સિકલસેલ કાઉન્સેલરે સતત કાઉન્સેલિંગ દ્વારા બોધપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું.

મન્દાબેનને સમયસર સુરત સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાતોની દેખરેખ હેઠળ રેફર કરવામાં આવ્યા, જ્યાં તેમની પ્રસૂતિ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આજે મન્દાબેન અને તેમનું નવજાત શિશુ બંને સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત છે.

મન્દાબેનની આ કહાની માત્ર તાપી જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે ઉદાહરણરૂપ છે કે કઈ રીતે આરોગ્ય તંત્ર, ફ્રન્ટલાઈન કર્મીઓ અને તબીબી નિષ્ણાતોની સુમેળપૂર્ણ કોશિશો લોકોના જીવ બચાવી શકે છે. આ સફળ પ્રસુતિ તાપી આરોગ્ય તંત્રની જાગૃત સેવાઓ અને ટીમ વર્કનું એક ઉત્તમ દ્રષ્ટાંત છે.

૦૦૦૦૦૦

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *