ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુકત બાતમી આધારે ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ- આરોપી- ગોપાલ ઉર્ફે રાવણ નાનાભાઇ રાજપુત, ઉ.વ.૩૦, રહે.રત્નાપ્રભા સોસાયટી મકાન નં.૧૩૧ લીંબાયત સુરત શહેર, મુળ રહે-સેવાડા, તા. સિંધખેડા, જી.ધુલિયા (મહા)ને પકડી પાડી તા.૧૯/૦૬/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પો.સ્ટે.ને સોંપેલ છે.

 

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. જી.તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ .ગણપતસિંહ રૂપસિંહ, એ.એસ.આઇ ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. રોનક સ્ટીવન્સન, અ.પો.કો રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તમામ નોકરી એલ.સી.બી-તાપી તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, પેરોલ/ફર્લો સ્કોડ-તાપી નાઓએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *