ધરતી-આબા આભિયન આચાર સંહિતા હોવાથી તા.૩૦ જુન પછી આયોજિત કરવામાં આવશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૭. ભારત સરકારનું મહત્વકાંક્ષી અભિયાન “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)” તાપી જિલ્લામાં તા. ૧૫ જૂનથી ૩૦ જૂન ૨૦૨૫ દરમિયાન વિશેષ ઝુંબેશ સ્વરૂપે તમામ તાલુકાઓમાં કરવામાં આવનારી હતી, તાપી જિલ્લામાં ગ્રામ પંચાયત સામાન્ય/ પેટા ચૂંટણી-૨૦૨૫ તા.૨૨ જુનના રોજ તેમજ મત ગણતરી તા.૨૫ જુનના રોજ યોજાનાર હોવાથી આદર્શ આચાર સંહિતા લાગુ પડવાથી ઉપરોક્ત અભિયાન હેઠળ કેમ્પ/કાર્યક્રમ અંગેની કામગીરી તા.૩૦-૦૬-૨૦૨૫ થી તા.૧૫-૦૭-૨૦૨૫ દરમિયાન આયોજિત કરવામાં આવશે જેની સૌએ નોંધ લેવી. આદિવાસી સમુદાયના ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટેની આ ઝુંબેશ આચાર સંહિતા પૂર્ણ થયા બાદ ફરી શરુ કરવામાં આવશે.

૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other