તાપી જિલ્લામાં આગામી ૨૨ જૂનના રોજ તાલુકા અને જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

0
Swagat online fariyad karykram by govt of gujarat
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 16. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં આગામી ૨૨મી જૂનના રોજ વિવિધ મામલતદાર કચેરીઓ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ તેમજ કલેક્ટર કચેરીના સભાખાંડ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.

 

જેમાં ૨૨ જૂનના રોજ, કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ઉકાઈ ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે,તેવી રીતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે,પોલીસ અધિક્ષકશ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે, પ્રાયોજના વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે, ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે, નાયબ કલેક્ટર-૨ ના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે,પ્રાંત અધિકારીશ્રી વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે, પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

 000000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *