તાપી જિલ્લામાં ગામેગામ સ્વચ્છતાની શ્રૃંખલા વેગવંતી બની

0
તાપી જિલ્લામાં ગામેગામ સ્વચ્છતાની શ્રૃંખલા વેગવંતી બની
Contact News Publisher

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની નોંધપાત્ર કામગીરી : નાગરિકોની ઉત્સાહભેર ભાગીદારી

— 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.16. :– વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં સેવા, સુશાસન અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં “સ્વચ્છતા સપ્તાહ અભિયાન” અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને જાહેર તેમજ ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવા માટે વિશેષ શ્રમદાનના કાર્યક્રમોની શ્રૃંખલા વેગવાન બની છે.

 

આ અભિયાન અંતર્ગત સોનગઢ તાલુકાની ઉખલદા ગ્રામ પંચાયતના કાવલા ગામે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાવલા ગામના સરપંચશ્રી તેમજ ઉત્સાહી ગ્રામજનોએ સાથે મળીને ગામના પવિત્ર ધાર્મિક સ્થળ એવા કંશરી માતાજીના મંદિરની આજુબાજુના સમગ્ર પરિસરમાં સામુહિક સાફસફાઈ કરી હતી. ગ્રામજનોએ ઉત્સાહભેર શ્રમદાન કરીને મંદિર પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવ્યું હતું, જે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બન્યું હતુ.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *