નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20250613-WA0003
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ, નોકરી- પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમાં નીકળેલ હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઈ જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને મળેલ સંયુકત બાતમી આધારે વેલ્દા પાણીની ટાંકી પાસેથી નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ- આરોપી- ભગતસિંહ ઉર્ફે બોન્ડીયો નોબલ્યાભાઇ વસાવે ઉ.વ.૨૯ રહે.મેવડી(વેલી), તા-અક્કલકુવા જી.નંદુરબાર (મહા) ને પકડી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે નિઝર પો.સ્ટે.ને સોંપેલ છે.

 

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આનંદભાઈ ચેમાભાઇ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામભાઇ, એ.એસ.આઈ. જયેશભાઇ લીલકીયાભાઇ, અહે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ નોકરી એલ.સી.બી તાપી તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ નોકરી પેરોલ ફર્લો સ્કોડ જી.તાપીએ કામગીરી કરેલ છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other