કુકરમુંડા તાલુકાના ઇટવાઈથી ચોખી આમલી ગામના રસ્તાનું સમારકામ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું

0
Road closed and divert traffic to another rout
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૦, તાપી. કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, તાપીની દરખાસ્તને આધારે કુકરમુંડા તાલુકાના ઈટવાઈ, વડપાડા, બોરીકુવા, ફૂલવાડી ગામથી 17/૦૨ કિ.મી ઉપર સુધી ચોખી આમલી ગામથી ઈટવાઈ તાપી જિલ્લાની હદ સુધી ૪.૪૦ કિમીની લંબાઈના રસ્તાનું કામ પ્રગતિ હેઠળ હોય આ રસ્તા ઉપરથી પસાર થતા ભારે વાહનો/ટ્રાફિકને બંધ કરી વૈકલ્પિક રસ્તા પર ટ્રાફિક ડ્રાઈવર્ટ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.આર.બારડ દ્વારા ઉપરોક્ત જણાવેલા રસ્તા પર ભારે વાહનો ટ્રાફિક બંધ કરી આ વાહનો ટ્રાફિકને કુકરમુંડા તાલુકાના મોરંબા ગામથી અક્કલઉતારા થઈ બુરહાનપુર નેશનલ હાઇવે નંબર ૪૫૩-બી ઉપરના વૈકલ્પિક રસ્તા પર ડાઈવર્ઝન આપવા માટે હુકમ કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૦૫/૦૬/૨૦૨૫ થી તા.૧/૦૮/૨૦૨૫ સુધી અમલમાં રહેશે આ જાહેરનામાનો ભંગ કરનારા ઈસમો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે.
૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *