તાપી જિલ્લામાં પોષણ સંગમ કાર્યક્રમનો શુભારંભ : કુપોષિત બાળકો માટે અસરકારક ઉપચારની નવી દિશા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૬ જૂન. તાપી જિલ્લામાં જોઇન્ટ ડિરેક્ટરશ્રી,અવંતિકા દરજીના અધ્યક્ષ સ્થાને તેમજ આસીસ્ટન્ટ ડિરેક્ટરશ્રી નયના પારધીની ઉપસ્થિતિ માં પોષણ સંગમ કાર્યક્રમ (C-MAM – EGF) શુભારંભ કાર્યક્રમ અને અમલીકરણ વર્કશોપનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જોઇન્ટ ડિરેક્ટરશ્રી દ્વારા પોષણ સંગમ કાર્યક્રમના સુચારુ અમલીકરણ બાબતે યોગ્ય માર્ગદર્શન તેમજ પોષણ સંગમ એપ્લીકેશન વિશે સમજ આપવામાં આવી હતી. સાથે કુપોષણ દુર કરવા માટેના જરૂરી પગલા માટેની ચર્ચા કરવામાં આવી હતી.
પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા અત્રેના જિલ્લાની પોષણ સ્તર અને આઇ.સી.ડી.એસ.ની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
ઉપસ્થિત વર્કર બહેનો દ્વારા C-MAM કાર્યક્રમ અંતર્ગત ૧૦ પગલાની સારવાર પધ્ધતિ અંગેની સમજ તેમજ THR માંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, સામન્ય બાળકો કરતા અતી ગંભીર કુપોષિત બાળકોની મૃત્યુ પામવાની શક્યતા ૯ ગણી વધારે હોય છે.જે આ કાર્યક્રમ દ્વારા અતિગંભીર બાળકોની ઓળખ અને સારવાર કરી કુપોષણના ચક્રમાંથી બાહાર લાવવાના હેતુસર પોષણ સંગમનો શુભારંભ કરવામાં આવ્યો આવ્યો છે.
આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના QAMO કે.ટી. ચૌધરી, સીડીપી ઓ, બહેનો, વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.