સોનગઢના ગાળકુવા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એ.નજી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકેલ હતા. આજરોજ દરમ્યાન સાથેના અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ વસાવાને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે “ગાળકુવા ગામે આમલી ફળીયામાં રહેતા સુરેશભાઇ ગામીતના ઘરની પાસે આવેલ તેમના કબ્જાના ખેતરમાં આંબાના ઝાડ નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મુકી રાખેલ છે” જે બાતમી આધારે ગાળકુવા ગામે આમલી ફળીયામાં રહેતા સુરેશભાઇ ગામીતના ઘરની પાસે આવેલ તેમના કબ્જાના ખેતરમાં રેઇડ કરતા આંબાના ઝાડ નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મુકી રાખેલ હતો. બાતમી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી- સુરેશભાઇ દીવાનજીભાઇ ગામીત ઉ.વ.૭૪ રહે-ગાળકુવા આમલી ફળીયુ, તા.સોનગઢ જી.તાપી એ વગર પાસપરમીટે પોતાના કબ્જામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલી નંગ-૨૭૮૪ (કુલ લીટર ૫૦૧.૧૨૦), જેની કુલ કિં.રૂ.૨,૭૮,૪૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૮૩,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલાકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ વસાવા, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, તથા પેરોલ સ્ક્વોર્ડ, તાપીના એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ, અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
