ઉચ્છલ તાલુકાના ભડભુંજા આશ્રમશાળા ખાતે આયુષ મેળો યોજાયો :૧૫૮૦ જેટલા નાગરિકોએ આયુષ મેળાનો લાભ લીધો

Contact News Publisher

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા સહિત ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામીતની ઉપસ્થિતીમાં આયુષ મેળાને ખુલ્લો જાહેર કરાયો

મહાનુભાવોએ પોતાના હાથે બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવ્યા : આંગણવાડીના બાળકોને પોષણ કીટ વિતરણ કરાઇ

ભડભુંજા આશ્રમશાળા ખાતેના આયુષ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ પ્રદશર્નીને નિહાળી આયુર્વેદ વિશે જાણકારી મેળવી, સારવાર અને ઉપચારનો લાભ લીધો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૧ ​. ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ તથા આયુષ કચેરી ગાંધીનગર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા ઉચ્છલ તાલુકાના આશ્રમશાળા ભડભુંજા ખાતે આયુષ મેળો યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા અને મુખ્ય અતિથિ તરીકે ડો. જયરામભાઇ ગામીત ઉપસ્થિત રહી આયુષ મેળાને ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, આયુર્વેદનું મહત્વ કોરોના કાળમાં સમગ્ર વિશ્વનાં લોકો સમજ્યા છે. આયુર્વેદની તમામ દવાઓ વનસ્પતિ અને ફાળફાળાદીમાંથી મળી રહે છે. ત્યારે તેને જીવનનો એક ભાગ બનાવવાથી અનેક રોગથી બચી શકાય છે. બિમારીથી કેમ બચી શકાય તે જીવનશૈલી આયુર્વેદ જણાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકોની જીંદગી અમુલ્ય છે તે માટે સરકાર આયુષ મેળાના માધ્યમથી આયુર્વેદને ઘર-ઘર સુધી પ્રચાર-પ્રસાર થાય તે સક્રીય રીતે કામગીરી કરી રહી છે. તેમણે લોકોને પણ આવા આયોજનોનો લાભ લેવા અપીલ કરી પ્રદર્શનમાં દર્શાવેલ માહિતીને દરેક નાગરિકને જાણવા અને આયુર્વેદ સારવાર લેવા આપીલ કરી હતી.

આ સાથે મહાનુભાવોના હસ્તે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલ પોષણ કીટ બાળકોને વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોએ પોતાના હાથે બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવ્યા હતા.આઇસીડીએસ વિભાગ દ્વારા પોષ્ટિક આહારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આયુર્વેદ વિભાગના વિવિધ માહિતી સ્પ્રદ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા જેની મહાનુભાવોએ મુલાકાત લઈ વિગતે માર્ગદર્શન મેળવ્યું હતું,

નોધનિય છે કે, ઉચ્છલ તાલુકાના ભડ્ભુંજા ખાતે આયોજીત આ આયુષ મેળામાં કૂલ- ૧૫૮૦ નાગરિકોઓ વિવિધ સારવાર અને ઉપચારનો લાભ લીધો હતો. જેમાં આયુર્વેદ ઓપીડીના કુલ ૨૮૫ લાભાર્થીઓ, હોમિયોપેથી નિદાન સારવારમાં ૧૨૨, અગ્નિકર્મ-ઘંટીયંત્ર કર્મમાં-૫૨, સુવર્ણપ્રાશનમાં-૧૪૨, અમૃત પાનક-૩૭૫ લાભાર્થીઓ તથા ઔષધિય પ્રદર્શનના ૪૨૨ લાભાર્થીઓ અને સ્વસ્થવૃત શિબિરના ૧૮૨ લાભાર્થીઓ મળી કૂલ ૧૫૮૦ જાહેરજનતાએ આયુષ મેળાનો લાભ લીધો હતો.

 

આયુષ મેળાની વિશેષતાઓ :-

આયુર્વેદના નિષ્ણાંત વૈદ્યો દ્વારા પ્રકૃતિ પરિક્ષણ કરી સારવાર આપવામાં આવી, જૂના સાંધા અને સ્નાયુના રોગોમાં તુરંત લાભકારક પંચકર્મ, અગ્નિકર્મ અનેઘાંટી કર્મનું માર્ગદર્શન,ચામડી તથા કાન, નાક, ગળાના રોગો, સિકલસેલમાં હોમિયોપેથીક સારવાર આપવામાં આવી, બી.પી. ડાયાબીટીસ, થાઈરોઈડ, ઓબેસીટી–સ્થુળતા જેવા લાઈફ સ્ટાઈલને લગતા રોગો તેમજ માનીસીક રોગો માટે યોગ નિષ્ણાંત દ્વારા યોગ માર્ગદર્શન આપવામાં આવ્યું, વૃધ્ધાવસ્થાજન્ય રોગોની વિશેષ સારવાર આપી, રસોડાના ઔષધો તથા ઘરગથ્થુ ઉપચાર, લીલી વનસ્પતિઓ વિશે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન, આયુષની જીવન પધ્ધતિ અપનાવવા બાબતે દિનચર્યા-ૠતુચર્યા વગેરેનું ચાર્ટ પ્રદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય જયશ્રી ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આયુષમેળામાં જિલ્લા પંચાયત સભ્યશ્રી કુસુમબેન વસાવા, ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન પાડવી,તાલુકા પંચાયત સભ્યશ્રી યાકુબ ગામીત સહિત અન્ય મહાનુભાવો, આયુર્વેદીક ડોકટરોની ટીમ,મેડીકલ સ્ટાફ, આંગણવાડીની બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગણવાડીનાં ભૂલકાઓ,આશ્રમ શાળા ભડભુંજાના શિક્ષકો,બાળકો ઉપસ્થિત રહી આયુષ મેળાનો લાભ લીધો હતો.
00000000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *