સોનગઢમાં તંબાકુ તેમજ ધૂમ્રપાનને લગતા વેચાણ અંગે તપાસ કરી દંડ ફટકારવામાં આવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ નગરનાં મેઈન રોડ-જુનાગામ થી દેવજીપુરા વિસ્તારમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત-તાપી અને નગરપાલિકા સોનગઢના સંયુક્ત ઉપક્રમે તમાકુ નિયંત્રણ ધારો-૨૦૦૩ અંતર્ગત કાયદાનાં અમલીકરણ અને દંડની કામગીરી કરવામાં આવી હતી. જેમાં જાહેરમાં ધુમ્રપાન કરવા તથા તમાકુ ખાઇને થુંકવા પર પ્રતિબંધ ની કલમ ૪ તેમજ તંબાકુ અને ધૂમ્રપાન વિશેની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય. કાયદા મુજબ નિયત નમુનાના બોર્ડ લગાવવાની કલમ ૬-અ, તેમજ કલમ-૬-બ હેઠળ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ તથા તમાકુની તમામ બનાવટોના પેકેટની બન્ને તરફ ૮૫% ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ઉપરાંત બીડી-સિગારેટનાં છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ ની કલમ-૭ વિષે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી હતી. તમાકુની બનાવટો વેચતા ૩૨ જેટલા દુકાનોમાં તપાસ કરવામાં આવી જેમાંથી તમાકુની જાહેરાતો અંગે ભંગ કરતા દુકાનદારો પાસેથી તમાકુની જાહેરાતનાં બોર્ડ ઉતારાવવામાં આવ્યા. ૧૭ જેટલા દુકાનદારોને COTPA-2003 ના કલમ ૬-અ ના ભંગ બદલ કુલ રૂ. ૩૦૦૦ દંડ સ્થળ પર કરવામાં આવ્યો. સમગ્ર કામગીરી દરમ્યાન નગરપાલિકા-સોનગઢનાં કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ – ભાવેશ પાટીલ, ગામીત આશિષ અને ચૌધરી નિલેશભાઇ અને જ્યોતિષભાઈએ અસરકારક તેમજ સક્રિય ભાગ ભજવી હતી.

°°°°°°°°

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other