વ્યારાના ઘેરીયાવાવ ગામ પાસેથી પસાર થતી નહેરના કિનારેથી ચોરાયેલ પાણી ખેંચવાના મશીન તથા અન્ય મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇ કાલ તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના ASI ગણપતસિંહ રૂપસિંહ, તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “વાલોડ તાલુકાના કુંભીયા ગામ સીમાડી ફળીયમાં રહેતા મીન્થન ઉર્ફે જીગર ભાઇ પ્રવિણભાઇ નાયકા તથા તેમના મિત્રો એક સફેદ કલરની શેવરોલેટ ક્રુઝ ફોર વ્હીલ ગાડી નંબર-GJ- 06-EH-5136 માં અમુક લોકો ચોરી કરેલ મુદ્દામાલ વેચવા માટે આવે છે” તેવી મળેલ બાતમી હકીકત આધારે પનિયારી કોલેજની સામે હાઇવે રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત્ત વાળી ફોર વ્હીલ ગાડી આવતા તેને રોકી લઇ રોડની સાઇડમાં કરી કારમાં ત્રણ લોકો બેસેલ મળી આવેલ નામ ઠામ પુછતા આરોપી- (૧) વિરલભાઇ નાનુભાઇ નાયકા ઉ.વ.૩૨ રહે.દુવાળાગામ વડ ફળીયા તા.ગણદેવી જી.નવસારી (૨) મીન્થનભાઇ ઉર્ફે જીગરભાઇ પ્રવિણભાઇ નાયકા ઉ.વ- ૩૪ હાલ રહે.કુંભીયા સીમાડી ફળીયુ તા.વાલોડ જી.તાપી મુળરહે. એંધલ વાંગરી ફળીયુ તા.ગણદેવી જી.નવસારી (૩) કલ્પેશભાઇ ભાણાભાઇ નાયકા ઉ.વ.૨૯ રહે. ચાસા ગામ તલાવડી ફળીયા તા.ચીખલી જી.નવસારીને પકડી પાડી તેઓની પાસેની કારમાં તપાસ કરતા કારમાંથી એક પાણી ખેંચવાનું મશીન મળી આવેલ જે મશીન બાબતે પુછપરછ કરતા જણાવેલ કે ગઇ તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ મધ્યરાત્રીએ આ મોટર કારમાં આવી ત્રણેય મિત્રોએ મળી ઘેરીયાવાવ ગામ પાસેથી પસાર થતી નહેરના કિનારેથી બે મોટા પાણી ખેચવાના મશીન તથા પાંચેક પાણી ખેચવા મશીનના પંપ તથા એક નાની મોટર તથા મશીન ઉપર લગાડેલા વાકિયા પાઇપની ચોરી કરેલ હોવાનું જણાવેલ. પકડાયેલ ત્રણયે આરોપીઓના કબજામાંથી પાણી ખેંચવાનું જુના જેવું મશીન કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી તથા ચોરીના કામે ઉપયોગમાં કરેલ શેવરોલેટ ક્રુઝ ફોર વ્હીલ ગાડી નંબર- GJ-06-EH-5136 જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૩,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓને તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ અટક કરી વ્યારા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) વિરલભાઇ નાનુભાઇ નાયકા ઉ.વ.૩૨ રહે.દુવાળાગામ વડ ફળીયા તા.ગણદેવી જી.નવસારી
(૨) મીન્થનભાઇ ઉર્ફે જીગરભાઇ પ્રવિણભાઇ નાયકા ઉ.વ- ૩૪ હાલ રહે.કુંભીયા સીમાડી ફળીયુ તા.વાલોડ જી.તાપી મુળરહે.એંધલ વાંગરી ફળીયુ તા.ગણદેવી જી.નવસારી
(૩) કલ્પેશભાઇ ભાણાભાઇ નાયકા ઉ.વ.૨૯ રહે. ચાસા ગામ તલાવડી ફળીયા તા.ચીખલી જી.નવસારી
મળી આવેલ મુદ્દામાલ :-
(૧) પાણી ખેંચવાનું જુના જેવું મશીન કિ.રૂ.૨૦,૦૦૦/-
(૨) શેવરોલેટ ક્રુઝ ફોર વ્હીલ ગાડી નંબર- GJ-06-EH-5136 જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ નંગ- ૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૩,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ
શોધાયેલ ગુનો:-
(૧) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૪૨૩૦૭/૨૦૨૪, BNS-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
ગુનાનો એમ.ઓ :-
રાત્રી દરમ્યાન નહેરના કિનારેથી પાણી ખેંચવાનું મશીન, પાણી ખેચવા મશીનના પંપ તથા ઇલેકટ્રીક મોટર ચોરી કરવાનો
ગુનાહિત ઇતિહાસ-
આરોપી- (૧) વિરલભાઈ નાનુભાઈ નાયકા ઉ.વ.૩૨ રહે.દુવાળાગામ વડ ફળીયા તા.ગણદેવી જી.નવસારી
(૧) નવસારી જીલ્લા ગણદેવી પો.સ્ટે. ગુ.ર.નં. I/0031/2019, ઈ.પી.કો. કલમ- 380, 454, 457
(૨) નવસારી જીલ્લા ગણદેવી પો.સ્ટે. ગુ.ર.નં. I/0034/2019, ઇ.પી.કો. કલમ- 114, 356, 379 મુજબ
(૩) નવસારી જીલ્લા ગણદેવી પો.સ્ટે. ગુ.ર.નં. I/0057/2019, ઈ.પી.કો. કલમ- 379 મુજબ
(૪) નવસારી જીલ્લા ગણદેવી પો.સ્ટે. ગુ.ર.નં. 11822012200499, ઇ.પી.કો. કલમ-380, 454, 457 મુજબ
(૫) નવસારી જીલ્લા ચીખલી પો.સ્ટે. ગુ.ર.નં. 11822009220963, ઈ.પી.કો. કલમ- 380, 454, 457 મુજબ
(૬) નવસારી જીલ્લા ગણદેવી પો.સ્ટે. ગુ.ર.નં. 11822012231125, પ્રોહી એકટ કલમ-૬૬એ, ૬પએઈ, ૮૧, ૯૮(૨) ,૧૧૬(બી) મુજબ
આરોપી- (૨) કલ્પેશભાઇ ભાણાભાઇ નાયકા ઉ.વ.૨૯ રહે. યાસા ગામ તલાવડી ફળીયા તા.ચીખલી જી.નવસારી
(૧) નવસારી જીલ્લા ચીખલી પો.સ્ટે. ગુ.ર.નં. 11822009220963, ઇ.પી.કો. કલમ-380, 454, 457 મુજબ
(૨) નવસારી જીલ્લા ચીખલી પો.સ્ટે. ગુ.ર.નં. 11822009220894, 47-185,510-66(1)(b) મુજબ
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ (૧) પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા (૧) ASI ગણપતસિંહ રૂપસિંહ, (૨) હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, (૩) હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ (૪) હે.કો. ભુપેન્દ્રસિંહ મોહબતસિંહ, (૫) હે.કો. હરપાલસિંહ અભેસિંહ, (૬) પો.કો. રોનક સ્ટીવનસન, (૭) પો.કો. અરૂણભાઇ જાલમસીંગ, (૮) હે.કો. તેજશભાઇ તુલસીરાવ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના (૯) પો.કો. હસમુખભાઇ વીરજીભાઇ, (૧૦) પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ (૧૧) પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઇ, (૧૨) પો.કોન્સ.વિનોદભાઇ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
