સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચ, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે “વર્લ્ડ સોઈલ ડે” ની ઉજવણી કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.5, તાપી. સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા આજ રોજ “વર્લ્ડ સોઈલ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જિલ્લાના ૩૦ જેટલા ખેડૂતોમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો.રત્નાબેન ત્રિવેદી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઇન્વાયર્મેન્ટલ સાયન્સ શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સ, સાર્વજનિક યુનિવર્સિટી, સુરત તેમજ મુખ્ય મેહમાન તરીકે ડૉ. જય બર્ગી હેડ, બાયોટેકનોલોજી વિભાગ, શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સ, સાર્વજનિક યુનિવર્સિટી, સુરત અને અતિથિ વિશેષ તરીકે શ્રી મધુકર વર્મા હેડ સ્પર્શ ફાઉડેશન જે. કે. પેપર લિમિટેડ ઉકાઈ હાજર રહેલ હતા.

આ કાર્યક્રમમાં ઉદ્ધાટન પ્રસંગે સીઓઈ ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડેએ વર્લ્ડ સોઈલ ડેનું મહત્વ અને જમીન સંરક્ષણનુ મહત્વ બાબતે કાર્યક્રમમાં ઉપસ્થિત માછીમારોને વિગતે જાણકારી પુરી પાડી હતી. તાપી કાર્યક્રમનું સૂત્ર સંચાલન ડો. રાજેશ વસાવા વરિષ્ટ સંશોધન સહાયક સીઓઈ ઉકાઈ દ્વારા કરવામાં આવ્યું હતુ.
0000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *