ઉચ્છલ તાલુકાની 92 જેટલી મહિલાઓ સાથે છેતરપીંડી કરનાર મહિલાની પોલીસે અટક કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ તાલુકાની અંદાજીત 92 જેટલી મહિલાઓ સાથે છેતરપીંડી કરનાર મહિલા વિરૂધ્ધ ઉચ્છલ પોલીસે ગુનો દાખલ કરેલ હતો. જે ગુનામા સંડોવાયેલ મહીલા આરોપી – મેઘાબેન D/0 બાલુભાઇ નપુરીયાભાઇ ગામીત રહે.સોનગઢ,દેવજીપુરા માર્કેટ ફળીયુ તા.સોનગઢ જી.તાપી તથા આમલીપાડા તા.ઉચ્છલ જી.તાપીને તા.૦૪/૧૦/૨૦૨૪ ના રોજ બપોરે 4:30 વાગ્યે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આ પકડાયેલ મહીલા આરોપીએ ઉચ્છલ તાલુકાની આશરે ૯૨ જેટલી મહીલાઓ પાસે રૂપિયા ચાર-ચાર હજાર લઇ બે સિલાઇ મશીન આપવાનુ તેમજ તાલીમ તથા પ્રમાણપત્ર, સ્કોલરશિપ તથા જરૂર પડ્યે રૂપીયા પાંચ લાખની લોન આપવામાં આવશે તેવી લાલચ આપી કુલ્લે રૂપીયા ૩,૫૬,૬૦૦/- લઇ આ રૂપિયા અંગત કામ માટે ઉપયોગ કરી છેતરપિંડી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.