બોરખડીમાં અભ્યાસ કરતા 154 બાળકોને બોરખડી સંગઠન દ્વારા સ્કુલ બેગની ભેટ અપાઈ

0
IMG-20240913-WA0030
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪ વિશ્વ આદિવાસી અધિકાર દિવસના રોજ તાપી જીલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામ ખાતે ગામની કુલ છ પ્રાથમિક શાળાઓમાં બાલ વાટિકા થી લઈને ધોરણ આઠ સુધીના કુલ 154 બાળકોને બોરખડી સંગઠન દ્વારા સ્કુલ બેગ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં બોરખડી સંગઠનના સુભાષભાઈ ચૌધરી, બચુભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ચૌધરી, સરમુખભાઈ ચૌધરી, આત્મારામ ભાઈ, પોઉલભાઈ ચૌધરી, આનંદભાઈ ચૌધરી, કેવલભાઈ, સેજલબેન ચૌધરી, કિરીટભાઈ ચૌધરી, પ્રિયકર ચૌધરી, અને પ્રકૃતિ રક્ષક પરિવારના પ્રમુખશ્રી તર્કભાઈ ચૌધરી અને તાપી જિલ્લા આદિવાસી સમાજના સામાજિક આગેવાન ભાવિનભાઈ ગામીતે આ કાર્યક્રમમાં વિષય હાજરી આપી. શાળાના શિક્ષકો સાથે શિક્ષણની પ્રવૃત્તિ પર વિશેષ સંવાદ કરવામાં આવ્યો. ત્યારબાદ આદિવાસી સમાજના હક અધિકાર પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other