ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે વાઘમાળ ગામે અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી

0
Screenshot_20240830_202646_WhatsApp
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા : ૩૦: ગત દિવસોમાં ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે અહિંના જનજીવન ઉપર વિપરીત અસર થવાં પામી હતી. ત્યારે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે, વઘઇ તાલુકાના વાઘમાળ ગામમાં અસરગ્રસ્ત પરિવારની રૂબરૂ મુલાકાત લઇ, ઘરને થયેલ નુકશાન અંગે સંબધિત અધિકારીને માર્ગદર્શિત કરી તાત્કાલિક સહાય ચુકવણીની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતુ.

વરસાદની વિપદા સમયે જિલ્લા વહિવટી તંત્ર તેમજ જિલ્લાના પદાધિકારીઓએ પરસ્પર સંકલન અને સહયોગ સાથે બચાવ રાહત કામગીરી હાથ ધરી, પ્રજાજનોની પડખે રહેવાનો અભિગમ અપનાવ્યો હતો.

ઉલેખનીય છે કે, ડાંગ જિલ્લામાં થયેલ માનવ મૃત્યુ, પશુ મૃત્યુ તેમજ નુકસાનની અંગે સહાય ચુકવણાની કામગીરી વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other