વ્યારાનાઃ પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

0
IMG-20240829-WA0019
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન આ.પો.કો. હસમુખભાઇ વીરજીભાઇ તથા પો.કો. અરૂણભાઇ જાલસીંગભાઇને મળેલ સયુકત બાતમી આધારે વ્યારાના બાલપુર ચાર રસ્તા પાસેથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- મિતેશભાઇ રમેશભાઇ ગામીત ઉ.વ.૩૨ ધંધો.ખેતી રહે.કપડવણ ગામ, ઝરણ ફળીયા, તા.વ્યારા જી.તાપીનાને તા.૨૯/૦૮/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. રોનક સ્ટીવન્સન, પો.કો. અરૂણભાઇ જાલસીંગભાઇ તથા પેરોલ ફર્લો સ્ટાફના આ.પો.કો. હસમુખભાઇ વીરજીભાઇ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા અ.પો.કો. ધનંજયભાઈ ઇશ્વરભાઈએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other