ઓલપાડની સરસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા

0
IMG-20240824-WA0010
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં દાતા સચીનભાઈ રતિલાલભાઈ પટેલે તેમનાં પુત્ર વિહાનનાં જન્મદિન પ્રસંગે શાળાનાં તમામ 125 વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે યુનિફોર્મ વિતરણ કર્યા હતાં.

અત્રે યોજાયેલ વિતરણ કાર્યક્રમમાં દાતાનાં પરિવારજનો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તબક્કે બાળકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. પ્રારંભે શાળાનાં આચાર્ય શર્મિલાબેને પટેલે દાતા સચીનભાઈને પુષ્પગુચ્છ અને શબ્દો સાથે આવકાર્યા હતાં જ્યારે અંતમાં શાળાનાં ઉપશિક્ષક અજયભાઇ પટેલ દ્વારા શાળા પરિવાર વતી દાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *