તાપી નદીના પુલ પરથી કુદતા યુવકને બચાવી લઇ સરાહનીય કામગીરી કરતી નિઝર પોલીસ સ્ટેશનની જી.આર.ડી.

0
Screenshot_20240823_150858_Samsung Notes
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :  નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી તાપી નદિના પુલ પરથી અવારનવાર અજાણ્યા લોકો તાપી નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરતા હોય છે જેથી પો.ઇ.શ્રી વી.કે.પટેલ નિઝર પોલીસ સ્ટેશનની સુચના આધારે પો.સ્ટે. વિસ્તારના તાપી નદી ઉપરના કાવઠા બ્રિજ તથા હથોડા બ્રિજ ઉપર પોલીસ /જી.આર.ડી. ના પોઇન્ટ ગોઠવી સતત પેટ્રોલીંગ રાખી આવા અજાણ્યા લોકો તાપી નદીમાં છલાંગ લગાવતા અટકાવી શકાય.

જે સુચના આધારે ગઇ તા.૨૨/૦૮/૨૦૨૪ ના રોજ આશરે સાંજના નવેક વાગ્યાના સમયે મહારાષ્ટ્ર રાજ્યના તળોદાના ગોપાલનગરનો હર્ષલભાઈ છોટુભાઇ સુર્યવંશી જે હથોડા પુલ ઉપર આત્મહત્યા કરવા આવેલ ત્યારે નિઝર પોલીસ સ્ટેશનના GRD શંકરભાઇ જીત્યાભાઈ પાડવી તથા GRD રાજકુમાર દિલીપભાઈ પાડવી પુલ ઉપર પેટ્રોલીંગ કરતા હતા ત્યારે આ યુવકને તાપી નદીમાં કુદવા જતા બચાવી લઇ નિઝર પોલીસ સ્ટેશન લાવેલ અને આ યુવકને આત્મહત્યા કરતા બચાવી લઇ સરાહનીય કામગીરી કરેલ છે.

સરાહનીય કામગીરી કરનાર :-

(૧) GRD રાજકુમાર દિલીપભાઈ પાડવી

(૨) GRD રાજકુમાર દિલીપભાઇ પાડવી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *