સુરત શહેરની વિવિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી વતન આવેલી 3 યુવતીના સેમ્પલ લેવાયા
વેરાકુઈ, રટોટી અને કંસાલી ગામની નર્સ યુવતીના સેમ્પલ સિવિલમાં મોકલાયા
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સુરતની વિવિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી પોતાના વતનના ગામે આવેલી યુવતીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.. તાજેતરમાં સુરતની કિરણ હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવી ને પોતાના વતનના બોરિયા ગામે આવેલ યુવતી કોરોના વાઇરસ નો પોઝિટિવ કેસ જાહેર થઈ હતી જેથી આરોગ્ય વિભાગ દ્વારા સુરતમાં નર્સ તરીકે ફરજ બજાવી પોતાના વતનમાં આવેલ નર્સ યુવતીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં હેમલત્તાબેન બાબુભાઈ ચૌધરી.. રહે.લી ડી યા ફળિયુ. ગામ ર ટો ટી . તેમજ ભારતીબેન જેરામભાઈ ગામીત. રહે. બાડી બેડી ફળિયુ. ગામ વેરા કુઈ. તેમજ અનસુયાબેન અશોકભાઈ ગામી ત રહે . કંસાલી ગામ.. તાલુકો માંગરોલ આ યુવતી ઓ સુરતની ખાનગી હોસ્પિટલોમાં ફરજ બજાવતી હતી અને હાલ પોતાના વતનના ગામે આવી હતી જેના સેમ્પલ સુરત સિવિલ હોસ્પિટલમાં ખાતે મોકલવામાં આવ્યા છે