કાકરાપારમા સ્ટેટ વિજીલન્સ દ્રારા કરેલ પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઈને મળેલ બાતમી આધારે સોનગઢના હાથી ફળીયામા આરોપીને તેના ઘરેથી કાકરાપાર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- દીપેશ શંકરભાઈ રાઠોડ ઉ.વ.૩૨ રહે-સોનગઢ હાથી ફળિયું, તા.સોનગઢ, જી.તાપીનાને આજે તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ પકડી પાડતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઈ રામાભાઈ, અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇ, અ.પો.કો દિપકભાઈ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.
