ડોલવણ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇને સંયુકત રીતે ખાનગી રાહે મળેલ બાતમી આધારે ડોલવણના વાંકલા ચાર રસ્તા પાસેથી ડોલવણ પો.સ્ટે.મા નોંધાયેલ ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો આરોપી- જીતુભાઇ જાતરીયાભાઇ ગામીત ઉ.વ.૪૦ રહે.જામલીયાગામ ગામીત ફળીયુ તા.ડોલવણ જી.તાપીને આજે તા. ૧૮/૦૭/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી. એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો. રોનક સ્ટીવન્સન તથા પો.કો. અરૂણભાઇ જાલસીંગભાઇ તથા પેરોલ ફર્લો સ્ટાફના પો.કો. ધનંજય ઇશ્વરભાઇ તથા આ.પો.કો. હસમુખભાઇ વીરજીભાઇએ કામગીરી કરેલ છે.
