કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા ખાતે NFSM Pulse યોજના અંતર્ગત તુવેર પાક નિદર્શન અને ન. મ. કૃષિ મહાવિદ્યાલયનો હીરક મહોત્સવની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેંદ્ર, વ્યારા ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તા.૦૧/૦૭/૨૦૨૪ના રોજ NFSM Pulse યોજના અંતર્ગત તુવેર પાક નિદર્શન તથા ન. મ. કૃષિ મહાવિદ્યાલયનો હીરક મહોત્સવની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ૮૦ ખેડૂત ભાઇઓ બહેનોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. એચ. એમ. વીરડીયા, પ્રાધ્યાપક અને વડા (સસ્ય વિજ્ઞાન), ન. કૃ. યુ., નવસારીએ ખેડૂતોને ન. મ. કૃષિ મહાવિદ્યાલયની સ્થાપનાથી લઈ હાલમાં કૃષિ મહાવિદ્યાલયમાં પ્રવર્તમાન અભ્યાસક્રમો, સંશોધન કાર્યો અને જુદા જુદા વિસ્તરણ કાર્યો વિશે વિસ્તૃત પરિચય આપ્યો હતો. વધુમાં તેમણે કૃષિલક્ષી ૮૦ જેટલા વિષયો વિશે માહિતી આપી વિદ્યાર્થીઓને કૃષિક્ષેત્રે અભ્યાસ થકી પોતાની કારકીર્દી વિકસાવવાની તકો વિશે સમજણ આપી હતી. ડૉ. વીરડીયાએ તાપી જિલ્લામાં પ્રવર્તમાન ડાંગરની વૈજ્ઞાનિક ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડયું હતું.
કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાએ કાર્યક્રમનું મહત્વ સમજાવી ઉપસ્થિત મહેમાનો અને ખેડૂતોને આવકારી ચોમાસુ પાકોમાં ધ્યાનમાં રાખવાના અગત્યના સૂચનો કર્યા હતા. વધુમાં ડૉ. પંડયાએ ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરવા પ્રેરિત કર્યા હતા.
પ્રો. કુલદીપસિંહ રણા, વૈજ્ઞાનિક (પાકઉત્પાદન) દ્વારા તુવેર પાકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિષે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. વધુમાં તેમેણે તુવેર પાકમાં જી. ટી. ૧૦૫ જાતના લક્ષણો વિશે ખેડૂતોને અવગત કર્યા હતા. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)એ ખેડૂતોને ચોમાસું પાકોમાં આવતા રોગ-જીવાત નિયંત્રણ વિશે માર્ગદર્શન પૂરું પાડયું હતું.
કાર્યક્રમના અંતે આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. કુલદીપસિંહ રણા, વૈજ્ઞાનિક (પાકઉત્પાદન) દ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *