નહેરૂ યુવા કેન્દ્ર, તાપી દ્વારા માઁ શિવદૂતી સ્કૂલમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર નહેરૂ યુવા કેન્દ્ર, તાપી દ્વારા માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારામાં વિશ્વ યોગ દિવસ – ૨૦૨૪ ઉજવવામાં આવ્યો. જેમાં યોગ શિક્ષક પ્રવિણભાઈ ગામીત દ્વારા યોગ દિવસ વિષે માહિતી આપવામાં આવી. ત્યારબાદ અન્ય યોગ શિક્ષક આનંદભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓ પાસે પદમાસન અર્ધચક્રાસન, ભુજંગાસન, વજ્રાસન, તાડાસન, ગરૂડાસન, વૃક્ષાસન, પર્વતાસન, ભદ્રાસન, કરાવવામાં આવ્યા અને અંતે સૂર્યનમસ્કાર કરાવવામાં આવ્યું.યોગ દિવસનાં કાર્યક્રમમાં શાળાનાં તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફનાં સભ્યો તેમજ વાલીઓએ પણ ભાગ લીધો હતો અને NYC વરૂણ રાજપુતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. શાળાના ૧૬૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ યોગ દિવસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
