મહુવા પોલીસ સ્ટેશનના છેલ્લા એક વર્ષથી ગુમ થનાર મહિલાને શોઘી કાઢી તેમના વાલી વારસને સોંપતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, નોકરી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનક સ્ટીવસનને મળેલ સંયુકત બાતમી આધારે વાલોડ તાલુકાના અંધાત્રી ગામે પહાડ ફળીયામાંથી મહુવા પો.સ્ટે. ગુમ જાણવા જોગ નં.૦૫/૨૦૨૩ તા.૦૪/૦૪/૨૦૨૩ સ્ટે.ડા.એ.નં. ૧૪/૨૩ મુજબના કામે ગુમ થનાર – કેરેનબેન વિનોદભાઇ દિવનાભાઇ ગામીત ઉ.વ.૨૨ રહે. ઝાંખરી બસ સ્ટેન્ડ ફળીયુ તા.વ્યારાને હસ્તગત કરી કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, નોકરી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ તથા પો.કો. રોનક સ્ટીવસનએ કામગીરી કરેલ છે.