ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત મોર હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ એસએસસી બોર્ડની પરીક્ષામાં ઝળક્યા
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળ, ઓલપાડ સંચાલિત તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત મોર ગામે આવેલી મોર હાઈસ્કૂલમાં માર્ચ 2024 માં લેવાયેલી એસ.એસ.સી. બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં પટેલ આર્ય કમલેશભાઈએ (ગામ-મોર) 85.67 ટકા મેળવી શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. જ્યારે આહિર જીયા ભરતભાઈએ (ગામ-ભગવા) 80.50 ટકા મેળવી શાળામાં દ્વિતીય ક્રમ તેમજ ભગવાગર તન્વી ચેતનભાઈએ (ગામ-ભગવા) 79.17 ટકા મેળવી શાળામાં તૃતિય ક્રમ પ્રાપ્ત કરેલ છે. સમગ્ર શાળાનું પરિણામ 86.96 ટકા આવેલ છે જે ઓલપાડ સેન્ટરમાં બીજા ક્રમે છે.
સફળ થનાર તમામ વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્ય પરેશભાઈ વસાવા, સમસ્ત શાળા પરિવાર તથા મોર વિભાગ કેળવણી મંડળે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.
