ડાંગ જિલ્લાના પોસ્ટ વિભાગના કર્મીઓ દ્વારા આહવામાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૩૦: લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T) મતદાર વિભાગનું મતદાન પણ, રાજ્ય સમસ્તની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે.

લોકશાહીના આ મહાપર્વમાં દરેક મતદાર પોતાની ભાગીદારી નોંધાવી શકે તે માટે, બારડોલી પોસ્ટ વિભાગના સુપ્રિટેન્ડન્ટ શ્રી અરવિંદ કુમારના માર્ગદર્શન હેઠળ, આહવા પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા આહવા ગ્રામ પંચાયતના મતદારોના ઘરે ઘરે જઇને, લોકોને અવશ્ય મતદાન કરવા માટે સમજણ આપી પોસ્ટરનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આહવા પોસ્ટ વિભાગના માર્કેટીંગ એક્ઝયુકેટિવ શ્રી સમીર શેખ તથા તેમની ટીમ દ્વારા આજે આહવાના મતદારોને લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવવા માટે પ્રેરણા આપી, અન્ય લોકોને પણ મતદાન કરવા માટે જાગૃત કરાયા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other