લગ્ન બહારના અનૈતિક સંબંધોની જાણ થતા પરણિતાએ માંગી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ તાપીની મદદ

0
181ab
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આજ રોજ પીડિતા દ્વારા 181 ઉપર કોલ કરી જણાવેલ કે તેમના પતિનો બીજી સ્ત્રી સાથે સંબંધ છે અને તેમણે હાલ 15 દિવસ પહેલા એ સ્ત્રી સાથે કોર્ટમાં લગ્ન કર્યા છે જેથી મદદની જરૂર છે
181 ટીમ સાથે સ્થળ પર પહોંચી પીડિતાને મળી તમામ હકીકત જાણી કે, તેમના પ્રેમ લગ્ન છે. લગ્ન ને 16 વર્ષ થયાં છે, બે બાળકો છે. પતિ મજૂરી કામ કરે છે. જ્યાં નજીક માં રહેતી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ થઇ જતા હાલ તેઓએ લગ્ન કર્યા છે. જેમનું લગ્નનું પ્રમાણ પત્ર બેગમાંથી મળતા પીડિતાને જાણ થઈ જેથી સમજાવવા માટે 181 હેલ્પલાઇનની મદદ માંગી. 181 ટીમ દ્વારા સ્થળ પર પીડિતાના પતિને લગ્ન બહારના અનૈતિક સંબંધો રાખવા એ ગુનો બને છે જે વિશે સમજ આપી, કાયદાકીય સમજ આપી કાઉન્સેલિંગ કરી સમજાવેલ અને પીડિતાને પોલીસ કાર્યવાહી વિશે સમજ આપી તેમજ મહિલા સહાયતા કેન્દ્ર વિશે સમજ આપી પીડિતા પોલીસ કાર્યવાહી કરવા માંગતા હોવાથી આગળ કાર્યવાહી માટે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે. આગળ કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશન વ્યારા દ્વારા થશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other