આવશ્યક સેવામાં ફરજ બજાવતા સેવાકર્મીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરતા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ
તાપી જિલ્લા નિવાસી અધિક ક્લેકટરશ્રીના અધ્યક્ષપદે વિવિધ વિભાગના નોડલ અધિકારીઓની તાલીમ યોજાઇ
–
આવશ્યક સેવાકર્મીઓએ ફોર્મ-12Dમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨ ભારતના ચુંટણી પંચની સુચનાઓ પરત્વે Absentee Voterson“Essential Service” આવશ્યક સેવામાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઇઓ કરવામાં આવેલ છે.જેના અનુસંધાને નિવાસી અધિક ક્લેકટરશ્રી તાપી આર.આર.બોરડના અધ્યક્ષપણા હેઠળ નોડલ અધિકારીઓશ્રીઓની તાલીમ યોજાઇ હતી.
નિવાસી અધિક ક્લેકટરશ્રી તાપી એ ઉપસ્થિત તમામ નોડલ અધિકારીઓશ્રીઓને જણાવ્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુલક્ષીને ચૂંટણી સાથે સંકળાયેલા આવશ્યક સેવાકર્મીઓ પોતાની ફરજ બજવણી સાથે લોકશાહીના મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી શકે તે સુનિશ્ચિત કરવાનું છે. આ સાથે તમામ અધિકારીઓએ પોસ્ટલ બેલટથી મતદાન કરાવવા માટે નિયત ફોર્મ-૧૨(ડી) મેળવવા, નિયત ફોર્મ-૧૨(ડી) ચુંટણી અધિકારીશ્રીને પહોચાડવા, ટપાલ મતપત્રો ઇશ્યુ કરવાના રહશે. તેમજ PVC(પોસ્ટલ વોટીંગ સેન્ટર)ખાતે મતદાન કરવાની સંપુર્ણ પ્રક્રિયા જેવી તમામ બાબતો વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
નોધનીય છે કે આવશ્યક સેવાઓ તરીકે વીજળી વિભાગ,બીએસએનએલ, રેલવે,આરોગ્ય વિભાગવીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલવે, ગુજરાતના આરોગ્ય વિભાગ, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને જાહેર કરવામાં આવી છે. આ સેવામાં જોડાયેલા વિવિધ વિભાગના અધિકારી કર્મચારિઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઇઓ કરવામાં આવેલ છે.
00