સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી,એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ. એન.એસ. વસાવા નોકરી પેરોલ/ફર્લો સ્કોડ તાપી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ જવાનો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇને સંયુક્ત બાતમી મળેલ કે, “સોનગઢ પો.સ્ટે. મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલ વોન્ટેડ આરોપી મનુભાઇ ઇશ્વરભાઇ દેસાઇ રહે.ઝાડપાટી ગામ નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી હાલ ઝાડપાટી ગામ નિશાળ ફળીયા પોતાના ઘરે આવેલ છે” તેવી બાતમી આધારે સોનગઢ ઝાડપાટી ગામ નિશાળ ફળીયામા આરોપીના ઘરેથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- મનુભાઇ ઇશ્વરભાઇ દેસાઇ રહે.ઝાડપાટી ગામ નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપીને તા.૨૧/૦૩/૨૪ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરનીની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઇ. એન.એસ. વસાવા નોકરી પેરોલ/ફર્લો સ્કોડ તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, આ.પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ, અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇ, તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઈ એલ.સી.બી. તાપીએ કામગીરી કરેલ છે.
