તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષપદે પોસ્ટલ બેલેટ પેપરની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓની તાલીમ યોજાઈ

0
IMG-20240321-WA0023
Contact News Publisher

ફરજમાં રોકાયેલા તમામ અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવા અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૧ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ને અનુલક્ષીને નિવાસી અધિક કલેક્ટરશ્રીએ પોસ્ટલ બેલેટની કામગીરીમાં જોડાયેલ નોડલ અને સહ નોડલ અધિકારીઓને તાલીમ અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટરશ્રીએ તાલીમમાં ઉપસ્થિત સૌ અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પેપરની કામગીરી અંગે સુધારાની માહિતી આપીને કાળજીપૂર્વક કામગીરી કરવા જણાવ્યું હતું. વધુમાં પોસ્ટલ બેલેટની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પુરું પડ્યું હતું.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પેપરની સમગ્ર પ્રકિયા વિશે સમજણ પુરી પાડી હતી. ઉપરાંત ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પેપરથી પોતાનો બહુમૂલ્ય મત આપવા પ્રેરિત કર્યા હતા.

000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other