જૂની પેન્શન યોજના સંદર્ભે વિરોધ પ્રદર્શન
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓનાં પડતર પ્રશ્નો સંદર્ભે જાહેર કરવામાં આવેલ વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમોનાં ભાગરૂપે સતત બીજા દિવસે સુરત જિલ્લાનાં શિક્ષક ભાઈ-બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.