આગામી ૧૬ ફેબ્રુઆરી રોજ ઔધ્યોગિક તાલીમ સંસ્થા વ્યારા ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા:૧૪ તાપી જિલ્લાના વ્યારા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા આગામી તા. ૧૬/૦૨/૨૦૨૪ ના રોજ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામા આવેલ છે. આ ભરતી મેળામાં ઉકાઇ સ્થિત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમીટેડ દ્વારા વિવિધ ITI ના ટ્રેડો માટે તથા ડિપ્લોમા (ઇલેક્ટ્રીકલ/મેકેનીકલ) માટે એપ્રેન્ટીસ ઇચ્છુક ઉમેદવારોની નામ નોંધણી તથા ડોક્યુમેન્ટ ચકાસણી કરવામા આવશે.
ઔધ્યોગિક તાલીમ સંસ્થા વ્યારા હસ્તકના ‘કુટીર ઉદ્યોગ તાલીમ કેંદ્ર,‘ અજીત દેસાઇ પેટ્રોલ પંપ પાછળ, જુના સુરત ધુલિયા રોડ, વ્યારા જી. તાપી ખાતે તા. ૧૬/૦૨/૨૦૨૪, શુક્રવાર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ભરતીમેળા યોજાશે.
ગુજરાત સરકારના સાહસમાં એપ્રેન્ટીસ ભરતીની આ સુવર્ણ તક હોય ઉમેદવારોને આ ભરતી મેળાનો લાભ લેવા સંસ્થાના આચાર્યશ્રી દ્વારા આહવાન કરવામા આવ્યું છે.
00
