તાપી જિલ્લો-સિનિયર સિટીઝન રમત સ્પર્ધા ૨૦૨૩-૨૪ : ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝન માટે વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૨: તાપી જિલ્લામાં ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝન માટે વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઇચ્છતા સિનિયર સીટીઝન ભાઇઓ/બહેનોએ નિયત નમુનામાં પ્રવેશપત્ર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, બ્લોક નં,પ પહેલો માળ, જિલ્લા સેવા સદન પાનવાડી, વ્યારા.જિ.તાપી ખાતેથી મેળવી આગામી તા.૦૫/૦૨/૨૦૨૪ સુધીમાં સંપૂર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. ફોર્મ સાથે ડોકટરનું ફિટનેશ સર્ટીફિકેટ તથા જન્મનું પ્રમાણપત્રની કોપી સાથે આપવાની રહેશે. સમય મર્યાદામા આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવશે જેની નોંધ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦
