ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે વ્યારા નગરપાલિકાનો કક્ષાનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા નવમાં તબક્કાનો સેવાસેતુ કર્યક્રમ યોજાયો
વ્યારા નગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા નગરજનોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું
–
મહાનુભાવોના હસ્તે વિવિધ રમત ક્ષેત્રમાં વિજેતા થયેલ રમતવીરોને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૦૨- તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે નગરપાલિકા પ્રમુખશ્રી રીતેશ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને વ્યારા નગરપાલિકા કક્ષાનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને નવમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વ્યારાનગરમાં આવી પહોંચતા મહાનુભાવો સહિત નગરજનોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી રીતેશ ઉપાધ્યાયે કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વિશે તથા સેવાસેતુ કાર્યક્રમ દ્વારા આપવામાં આવતી વિવિધ ૧૩ જેટલા વિભાગોની ૫૬ જેટલી યોજનાઓ અંગે નગરજનોને વિગતે જાણકારી આપી હતી.અને સૌ નગરવાસીઓને સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો સહિત વિવિધ રમત ક્ષેત્રમાં વિજેતા થયેલ રમતવીરોને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. યોજનાકિય લાભોથી લાભાન્વિત થયેલ લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી ઝુબાની’ દ્વારા પોતાની સફળતાની વાતો રજુ કરી સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ પ્રધાનમંત્રીશ્રીના સંદેશનું પ્રસારણ નિહાળ્યું હતું. ઉપસ્થિત સૌએ ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાના સંકલ્પ સાથે વ્યારા નગર સહિત તાપી જિલ્લાને તથા સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવાના સંકલ્પ લીધા હતા.વ્યારા કે.કે કદમની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાથનાગીત,રાસ અને આદિવાસી નૃત્યુ રજુ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ તથા મેડિલક હેલ્થ કેમ્પ તથા સેવાસેતુ કાર્યક્રમના વિવિધ સ્ટોલોનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન વ્યારા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી નિલમબેન શાહે કર્યું હતું જ્યારે આભાર દર્શન ઇંચાર્જ વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી ધર્મેશ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલમ અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
આ પ્રસંગે માજી નગર પ્રમુખ સેજલબેન રાણા, તથા વ્યારાનગરપાલિકા હોદ્દેદારો, સભ્યશ્રીઓ, આગેવામો, વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શાળાના બાળકો અને વ્યારા નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦