તાપી જિલ્લામાં આગામી ૧૫ ઓક્ટોબરના રોજ યોજાનાર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પ્રિલીમીનરી પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરરીતિઓ અટકાવવા અંગેનું જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯ આગામી ૧૫ ઓક્ટોબરના રોજ તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા વિવિધ શાળા,કોલેજોમાં યોજાવાની છે. જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે, પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આર.સી.પટેલને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ તાપી જિલ્લામાં આગામી તા.૧૫/૧૦/૨૦૨૩ના રોજ ૧૧:૦૦ વાગ્યેથી ૧:૦૦ વગ્યા દરમ્યાન પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં અનઅધિક્રુત વ્યક્તિઓના પ્રવેશ પર કે ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઈ પણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર કે મોબાઈલ ફોન પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જવા પર કે પરીક્ષાના સમય દરમ્યાન તેના ઉપયોગ પર કે લાઉડ સ્પીકર વગાડવા પર તથા પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટર અંદર પરીક્ષા સમય શરૂ થવાના એક કલાક પહેલાથી પરીક્ષા સમય દરમ્યાન ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.
0000000