સોનગઢ પોલીસે જમાદાર ફળીયામાંથી વિદેશી દારુ સાથે મહિલા સહિત ત્રણને ઝડપી લીધા : એક વોન્ટેડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે સોનગઢના જમાદાર ફળીયામાં (૧) અતુલભાઈ અનિલભાઈ રાણા ઉ.વ.૨૨ તથા (૨) હેમંતભાઈ અનિલભાઈ રાણા ઉ.વ.૨૬ તથા (૩) ધર્મીબેન ધીરુભાઈ કોકણી ત્રણેય રહે, જમાદાર ફળીયુ સોનગઢ તા.સોનગઢ જી.તાપીએ પોતાના કબ્જામાં સોનગઢ જમાદાર ફળીયામાં પોતાના ઘરના ભાગે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના ઇંગલીશ દારૂની બાટલી તથા ટીન બીયર નંગ-૨૯૯ (૭૦.૮૯ લિટર) કુલ્લે રૂ. ૩૩,૫૦૦/- નો મુદ્દામાલ રાખેલ હતો જે પોલીસ રેઇડ દરમ્યાન પકડાયો હતો તેમજ આ મુદ્દામાલ આપનાર સંદિપ ગામીત રહે,લક્કડકટ તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) (જેના પુરા નામ ઠામની ખબર નથી)ને વૉટેડ જાહેર કરાયો છે. આ ગણનાપાત્ર કેસ બાબતે સોનગઢ પોલીસે ગુનો દાખલ કરેલ છે.
વોટેડ આરોપી:-
1. મુદ્દામાલ આપનાર સંદિપ ગામીત રહે.લક્કડકોટ તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર ) જેના પુરા નામ ઠામની ખબર નથી
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ
1. PI વાય.એસ. શિરસાઠ, સોનગઢ પો.સ્ટે.
2. UHC સંદિપભાઇ હિરાલાલભાઇ.
૩. UHC દશરથભાઈ ભુપતભાઈ.
4. અ.પો.કો. રાજીશભાઇ ગોપાળભાઇ.
5. અ.પો.કો. અમીરભાઈ નરપતભાઈ.
6. આ.પો.કો. મુરલીધર રૂપચંદભાઈ.
7. વુ.પો.કો. અનિતાબેન રમણભાઈ.
