સાચા આદિવાસી બચાવ સમિતિ પ્રશ્ન ઉકેલાતા વાંકલ ઝંખવાવ માં ફટાકડા ફોડી મંત્રી ગણપત વસાવાનું સ્વાગત સંમાન કરાયું
ભાજપ પ્રજાના આદિવાસી આગેવાનોએ ફૂલો નો હાર પહેરાવી મંત્રીનો આભાર માન્યો
(નિલય ચૌહાણ દ્વારા, માંગરોલ-દેગડીયા) : રાજ્ય સરકાર રે સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ ની બચાવ સમિતિ ની માંગણી સ્વી કાર તા માંગરોળના વાંકલ ઝંખવાવ ગામે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપત વસાવાનો ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. સાચા આદિવાસી બચાવો સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે એક માસ થી આંદોલન ચાલી રહ્યું હતું આ. સ દ ભમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા રાજ્ય સરકાર મંત્રી રમણ પાટકર. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે નેતાઓ એ સમિતિ સાથે ચર્ચા વિચારણા કડી આદિવાસી સમાજ ની લાગણી ને સમજી નવ જેટલી માંગણીઓ સ્વીકાર કરતા આંદોલન સમેટાયું હતું જેમાં મહત્વની ભૂમિકા નિભાવનાર કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા પોતાના મતવિસ્તાર માંગરોળ તાલુકામાં આવી પહોંચતા વાંકલ ગામે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દીપકભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ ગામીત માંગરોળ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ઉમેદ ભાઈ ચૌધરી. સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ ચૌહાણ ભાજપના સક્રિય કાર્યકર ડોક્ટર યુવરાજસિંહ સોનારીયા તથા નારણભાઈ પટેલ વાંકલ ના સરપંચ ભરતભાઈ વસાવા વગેરે ફટાકડા ફોડી હાર પહેરાવી મંત્રી ગણપત વસાવા નું સ્વાગત સ ન્મા ન કર્યું હતું તેમજ ઝંખવાવ ગામે સ્થાનિક આદિવાસી આગેવાનો ગ્રામજનો એ મંત્રીનો સ્વાગત સનમાંન કર્યુ હતું