મર્ડરના આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી કુકરમુંડા પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. તા-૧૯/૦૯/૨૦૨૬ ના રોજ મોદલા ગામે રાજુશેઠની દુકાનથી મોદલા ગામ પાટીયા તરફ જતા નજીક રોડ ઉપર શંકરભાઇ પરશુરામભાઇ વળવી ઉ.વ-૨૧ મોદલા ગામે ગણપતિ વિસર્જનમાં નાચવા માટે ગયેલ ત્યારે મોદલપાડા ગામ,તા.તલોદાનો રહેવાસી વિશાલભાઇ રવિન્દ્રભાઇ પાડવીની સાથે બેંડમા નાચતા-નાચતા વિશાલભાઇ રવિન્દ્રભાઇ પાડવીથી શંકરનો પગનો અંગુઠો કચડાઇ જતા જેથી તેમના વચ્ચે ઝગડો થત વિશાલભાઇ રવિન્દ્રભાઇ પાડવીએ શંકરભાઇના ગળાના ભાગે પકડી ગળુ દબાવી દઇ તેનું મુત્યુ નિપજાવેલ કાઢેલ. તેમજ સાહેદ-મેહુલભાઇ વિલાશભાઇ વળવી વચ્ચે પડી શંકરને છોડાવવા જતા તેમને પણ ગળાના ડાબી બાજુના ભાગે નખો મારી ઇજા કરી ગુનો આચર્યા મુજબનો ગુનો તા.૧૯ના રોજ ગુનો નોધવામાં આવેલ હતો અને કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈના તાબામાં એક ટીમ બનાવી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરાઈ અને તપાસ દરમ્યાન આરોપી- વિશાલભાઇ રવિન્દ્રભાઇ પાડવી ઉ.વ.૨૧ને ગુજરાત મહારાષ્ટ્ર ની બોર્ડર ઉપર મૌવલીપાડા ગામની સીમ વિસ્તારમાં હોવાથી માહીતી મળતા તે જ્ગ્યાએ ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપી વિશાલભાઇ રવિન્દ્રભાઇ પાડવી મળી આવતા તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ પો.ઇન્સ.શ્રી આઇ.ડી. દેસાઇ કુકરમુંડા પો.સ્ટે. કરી રહેલ છે.
પકડાયેલ આરોપી :
વિશાલભાઇ રવિન્દ્રભાઇ પાડવી ઉ.વ.૨૧ રહે.મોદલપાડા ગામ, તા.તલોદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર).
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.
1) શ્રી આઈ.ડી. દેસાઈ પોલીસ ઈન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન , 2) એ.એસ.આઇ. રવીકુમાર રમેશભાઇ નોકરી- કુકરમુંડા પોલીસ સ્ટેશન , 3) એ.એસ.આઇ. વિજયકુમાર કરશનભાઇ નોકરી- કુકરમુંડા પોલીસ સ્ટેશન, 4) અ.હે.કો. અર્જુનસિંહ વિક્રમસિંહ નોકરી- કુકરમુંડા પોલીસ સ્ટેશન, 5) આ.પો.કો. કમલેશભાઇ કિશનભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, 6) આ.પો.કો. ભરતભાઇ ગજુજીભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, 7) આ.પો.કો. સંતોષભાઇ ગીરધરભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, 8) અ.પો.કો. આકાશભાઇ સોમાભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, 9) આ.પો.કો. પ્રશાંતભાઇ કિશોરભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, 10) આ.પો.કો. આશિષભાઇ દુરસિંગભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
______________
