આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા આવેદનપત્ર આપી મણીપુરની ઘટનાના આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગ
Contact News Publisher
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ તા. ૧૦/૦૮/૨૦૨૩ના રોજ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કુકરમુંડા તાલુકાના મામલતદારશ્રીને સંઘઠનના હોદ્દેદારે/કારોબારી દ્વારા અનેક પ્રશ્નોની મૌખિક રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મણીપુરની ઘટનાથી આદિવાસી સમાજ અને ભારતના તમામ સમાજને અને તેમાં મહિલાઓને ખુબ જ દુઃખ પહોંચ્યું, આવી ઘટનાઓને અંજામ આપનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આદિવાસીઓ વચ્ચે જુથવાદ, સંપ્રદાયવાદ, પક્ષવાદ ઉભા ન થાય. તેની તકેદારી રાખવામાં આવે. વિકાસના નામે આદિવાસીઓ સાથે પણ અત્યાચારો થાય છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે એવી માંગ કરાઈ છે.