સુબિર તાલુકાના પીપલદહાડ અને ગારખડી ખાતે હિપેટાઇટિસ વિકની ઉજવણી કરાઈ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  તા: ૨૯: હિપેટાઇટિસ વિકની ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે સુબીર તાલુકાના પીપલદહાડ અને ગારખડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં હિપેટાઇટિસ તથા એચ.આઇ.વી. (એઇડ્સ) વિશે જનજાગૃતિ તથા હેલ્થ કેમ્પ અને ICE સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપલદહાડ ખાતે DTO (જિલ્લા ક્ષય અઘિકારી) ડો.ભાર્ગવ દવે અને STLS શ્રી સુનિલભાઈ જાધવ, STS શ્રી દેવેન્દ્ર ભગરિયા દ્વારા હિપેટાઇટિસ, એઇડ્સ, અને ટીબી વિષે PHC સ્ટાફ/આશા બેનોને સમજણ આપવામાં આવી હતી. આયુષ મેડિકલ ઓફિસર ડૉ.સ્નેહા ગામીત દ્વારા નિયમિત સગર્ભા માતાની તપાસનું મહત્વ આશા બહેનોને સમજાવાયુ હતું.

તે જ રીતે, ગારખડી ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતના માર્ગદર્શન હેઠળ મમતા સંદર્ભ (ANC તપાસ) કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સમાવિષ્ટ ગામોની સગર્ભા બહેનોની તપાસ કરવામાં આવી હતી.

આ સાથે હિપેટાઇટિસ બી ટેસ્ટ, HIV ટેસ્ટ, સિકલસેલ ટેસ્ટ તેમજ હિમોગ્લોબીન ટેસ્ટ જેવા વિવિધ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

આ કેમ્પનું આયોજન તબીબી અધિકારી ડૉ.ભાવેશ્રીબહેન, આયુષ મેડિકલ ઓફિસર ડો. કૃતિકા, સી.એચ.ઓ. તથા ફિમેલ હેલ્થ વર્કર બહેનો દ્વારા કરવામાં આવ્યુ હતું.

દરમિયાન સગર્ભા બહેનોને પોષણ આહાર બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા સાથે, હિપેટાઇટિસ બી screening અને રસીકરણ માટે સમજ આપવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *