તાપી જિલ્લા જાહેર જનતા જોગ : “દસ વર્ષ જૂના આધારકાર્ડના ડોક્યુમેન્ટ અપડેટ કરવા બાબત”
માહિતી બ્યુરો તાપી તા.૦૬ છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા (યુ.આઈડી.એ.આઈ.), ભારત સરકારની તા.૧૯/૦૯/૨૦૨૨ ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલાં આધારકાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમિયાન કોઈ આધાર અપડેશન કરવામાં આવેલ ન હોય, તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધારકાર્ડના ડોક્યુમેન્ટ PO) (પ્રુફ ઓફ આઈડેન્ટી) અને POA (પ્રુફ ઓફ એડ્રેસ) ને અપડેટ કરવા જણાવેલ છે તથા તે માટે સરકારશ્રી દ્વારા રૂ.૫૦/-(અંકે રૂપિયા પચાસ પૂરા) નો દર નક્કી કરવામાં આવેલ છે. આ અંગે અત્રેના તાપી જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. સદરહુ કામગીરી myaadhaar.uidai.gov.in વેબસાઈટ પરથી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધી વિનામુલ્ય થઈ શકે છે, એમ નિવાસી અધિકારી કલેક્ટરશ્રી તાપી ની અખબારી યાદીમાં જણાવાયું છે.
محمد
I need to to thank you for this good read!! I certainly enjoyed every little bit of it. I have got you book-marked to check out new things you postÖ